ફરિયાદો બાદ ઔડાને 'ડાહપણ ની દાઢ' આવી! હવે ફૂડકોર્ટ માટે પ્લોટ ભાડે નહિ આપે!?

By Our Vadodara

Published

ફરિયાદો બાદ ઔડાને 'ડાહપણ ની દાઢ' આવી! હવે ફૂડકોર્ટ માટે પ્લોટ ભાડે નહિ આપે!?

ફરિયાદોના પગલે હવે ઔડાએ મહત્વની નીતિગત ફેરફાર કર્યો છે. અમદાવાદ શહેરની ફરતે આવેલા રિંગરોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના પ્લોટ પર ચાલતા ફૂડકોર્ટ અને કેફે એરિયા હવે ભવિષ્યમાં ભાડે આપવામાં આવશે નહીં.નવી નીતિ મુજબ અગાઉ ફૂડકોર્ટ માટે આપવામાં આવેલી મંજૂરી પ્રથમ વખત મળ્યાની તારીખથી એક વર્ષ પૂર્ણ થતાં જ ભાડા કરાર આપમેળે પૂર્ણ માનવામાં આવશે ત્યારબાદ સંબંધિત પ્લોટ ખાલી કરાવવાની કાર્યવાહી થશે. આ પ્લોટો હવે પાર્કિંગ અને અન્ય જાહેર હેતુઓ માટે ભાડે આપવામાં આવશે.પાર્કિંગ સમસ્યા, ટ્રાફિક અને સ્થાનિક ફરિયાદોને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી શહેર આયોજનમાં શિસ્ત લાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

Browse all news articles