'અમે બદલો લઈશું' એવો ઇમેલ લખી બૉમ્બ બ્લાસ્ટની ધમકી! ક્રાઇમ બ્રાન્ચ કરશે તાપસ
By Our Vadodara
Published

અમદાવાદમાં એકસાથે અનેક સ્કૂલોને બોમ્બની ધમકી ભરેલા ઈમેલ બાદ તંત્ર સતર્ક બન્યું હતું.અમદાવાદની આ શાળાઓમાં સઘન તાપસ કરવામાં આવી હતી,બાળકોની સુરક્ષાને લઈ તેવોને છોડી મુકવામાં આવ્યા હતું જયારે મળેલા ઈમેલમાં “we will take revenge” જેવા શબ્દો લખાયેલા હોવાથી ચિંતા ફેલાઈ હતી.ઘટનાની જાણ થતાં પોલીસ ટીમો તુરંત શાળાઓ ખાતે પહોંચી હતી અને ડોગ સ્ક્વોડની મદદથી સંપૂર્ણ તપાસ હાથ ધરાઈ હતી. શાળા પરિસરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી હોવા છતાં સુરક્ષાને લઈને વધારાની તકેદારી રાખવામાં આવી છે બીજીતરફ પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ માટે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.