નકલી કોસ્મેટીક ના જથ્થા સાથે આરોપી ને ઝડપી પડતી પોલીસ

By Our Vadodara

Published

નકલી કોસ્મેટીક ના જથ્થા સાથે આરોપી ને ઝડપી પડતી પોલીસ

સુરતમાં પુણા વિસ્તારમાં આવેલ શાશ્વત પ્લાઝામાં ડુપ્લીકેટ સ્કિન ક્રીમનો વેપલો ચલાવતો 21 વર્ષીય અર્ષિત લાલજીભાઈ દેસાઈ નામના યુવક ની પોલીસે અટકાયત કરી હતી. આરોપી ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ નકલી બનાવી ઓનલાઈન ફ્લિપકાર્ટ પર વેચાણ કરતો હતો. જે કંપનીના ધ્યાનમાં આવતા પોલીસને સાથે રાખીને કારખાના સહીત તેના કામરેજ ખાતેના ઘર પર રેડ કરતા આરોપી અર્ષિત દેસાઈ સહીત રૂ. 1. 99 લાખનો મુદ્દામાલ તેમજ ઘરે થી 1.19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ડબ્બા પર લગાવવાના સ્ટીકર, પેકિંગ માટેની પારદર્શક રેપર, હીટ ગન મશીન અને flipkart ના સ્ટીકર વાળી પ્લાસ્ટિકની પારદર્શક સેલોટેપ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Browse all news articles