પાંડેસરા-ભેસ્તાનની 7 એસ્ટેટમાં 10 પૈસા વધારા ની માંગ સાથે કારીગરો હડતાળ પર

By Our Vadodara

Published

પાંડેસરા-ભેસ્તાનની 7 એસ્ટેટમાં 10 પૈસા વધારા ની માંગ સાથે કારીગરો હડતાળ પર

પાંડેસરા-ભેસ્તાનની ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીઓમાં વીવિંગ યુનિટોના કારીગરોની હડતાળ ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. પ્રમુખ પાર્ક, ભગવતી, જલારામ અને ન્યુ જલારામ, હરિઈચ્છા, ચામુંડા, સોનલ તેમજ યુનિટી ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીના યુનિટોના કારીગરોએ ભાવ વધારાની માંગ સાથે રવિવારથી કામ બંધ કર્યું છે. નોંધનીય છે કે કારીગરોએ મીટર દીઠ 10 પૈસા ભાવ વધારો માંગ્યો છે. તેમનું કહેવું છે કે વધતી મોંઘવારી, રહેણાંક ખર્ચ, ખોરાકના ભાવ અને દૈનિક જરૂરિયાતોની કિંમતમાં સતત વધારો થવા છતાં લાંબા સમયથી ભાવ વધારો થયો નથી. ત્યારે હાલના વેતનમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હડતાલ ને પગલે ગ્રે ફેબ્રિકના ઉત્પાદન પર સીધી અસર પડી છે.

Browse all news articles