આજે SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે
By Our Vadodara
Published

ગુજરાતમાં મતદાર સુધારણા યાદી(SIR)ની કામગીરી ચાલી રહી છે.રાજ્યમાં મતદારોની ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજરોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે.આજે બપોર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે.