એસીબીની કડક કાર્યવાહી : 3 દિવસમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા

By Our Vadodara

Published

એસીબીની કડક કાર્યવાહી : 3 દિવસમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા

રાજ્યમાં ACBએ લાંચખોરી સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ટૂંકા સમયગાળામાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.15 ડિસેમ્બરે ગાંધીનગર CID ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ બાદ હવે 18 ડિસેમ્બરે સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રવિણસિંહ જાડેજા 3 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાયા છે. આ ઘટનાથી સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ચકચાર ફેલાઈ છે.વધુમાં એસીબી દ્વારા હવે પીઆઈ પ્રવિણસિંહ જાડેજાની સંપત્તિની પણ તપાસ શરૂ કરવામાં આવશે.

Browse all news articles