જંગલેશ્વર માં ગેરકાયદે બાંધકામો વિરુધ નોટીસ : ગેરકાયદે ઘરો પર ફરશે બુલડોઝર

By Our Vadodara

Published

હાલ રાજ્યમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે રાજકોટ માં પણ આ ઝુંબેશ હેઠળ કોર્પોરેશન, પોલીસ અને કલેકટર તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજ રોજ રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ નોટિસ ફટકારવામાં આવતા આવા મકાનમાલિકોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે સરકારી જમીન પર બાંધકામ કરીને બનાવેલા ઘરોને નોટિસ આપી દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવ્યો છે. આ સમય બાદ જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો આવા ધરો પર બુલડોઝર ફરી વળશે. મહત્વનું છે કે નોટિસ મળ્યા બાદ લોકો એકવાર રજૂઆત કરી શકશે, તેવી સુવિધા આપવામાં આવી છે.

Browse all news articles