વડોદરાવાસીઓ ધ્યાન આપજો! ફતેગંજ બ્રિજ અને વાઘોડિયા જંકશન રોડ પર કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન
By Our Vadodara
Published

વડોદરા શહેરમાં રોડ અને ડ્રેનેજ લાઈનની મરામતની કામગીરીને કારણે વાહનચાલકો માટે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ફતેગંજ બ્રિજ પર ડ્રેનેજ લાઈનનું કામ હાથ ધરાયું હોવાથી બ્રિજનો એક ભાગ આગામી 15 દિવસ માટે બંધ રહેશે, જ્યારે વાઘોડિયા જંકશન પાસે રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે આ માર્ગ 10 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે, જેથી નાગરિકોને અપીલ છે કે તેઓ આ ફેરફારોની નોંધ લઈ પોતાના પ્રવાસનું આયોજન કરે જેથી સમયનો બચાવ થઈ શકે અને કોઈ મુશ્કેલી ન પડે.