જિલ્લા SOG એ શહેર બાદ જિલ્લામાં પણ ઝડપ્યું ગાંજાનું વાવેતર : 10.65 લાખની કિંમતનો ગાંજો કબજે

By Our Vadodara

Published

રાજકોટ જિલ્લા SOG ટીમે સુલતાનપૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું.આરોપી નિર્મળ નાથાભાઈ ડેર દ્વારા છેલ્લા ૪ મહિનાથી ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે 21.300 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી રૂપિયા 10.65 લાખની કિંમતનો ગાંજો કબજે કરી જિલ્લા SOG પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ગાંજાની કાર્યવાહી મામલે ગ્રામ્ય ASP સિમરન ભારદ્વાજ દ્વારા આ મુજબ નિવેદન આપી યુવાનોને ગાંજાના સેવન તેમજ અન્ય વ્યસનોથી દૂર રહેવા અપીલ કરી હતી.

Browse all news articles