આજવા ચોકડી પાસે ડિલેવરી બોયની એકટીવા ચોરાઈ, ચોરીની લાઈવ ઘટના CCTVમાં કેદ થતા પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો

By Our Vadodara

Published

વડોદરાના આજવા ચોકડી પાસે આવેલા કાના હાઈટ્સના ‘બ્લિંકિટ’ સ્ટોરમાં ડિલેવરી બોય તરીકે કામ કરતા યુવકની એકટીવા ધોળા દિવસે ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. પાર્કિંગમાં મુકેલી ગાડી કોઈ અજાણ્યો તસ્કર આસાનીથી ચોરી કરી ફરાર થઈ જતો હોય તેવા દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને શહેર પોલીસના રાત્રિ તેમજ દિવસના પેટ્રોલિંગના દાવાઓ પર અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

Browse all news articles