વડોદરા વાઘોડિયા રોડ પર ગુપ્ત રસ્તાઓ ધરાવતા કુટણખાના પર પોલીસનો દરોડો
By Our Vadodara
Published
વડોદરાના વાઘોડિયા રોડ પર સનરાઇઝ કોમ્પ્લેક્સમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરતા પોલીસે મુખ્ય સૂત્રધાર સંચાલિકા ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ અને રાજપીપળાના એક યુવાનની ધરપકડ કરી છે. રહેણાંક વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ અને ATMની નજીક ભેદી પ્રવેશદ્વારો બનાવીને ચાલતા આ અડ્ડા પરથી પોલીસે એક સગીરા સહિત 11 યુવતીઓને મુક્ત કરાવી છે. આ કેસમાં પંચમહાલના એક યુવાન અને વડોદરાની અન્ય એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.