SIR અપડેટ : ડ્રાફટ મતદાર યાદી જાહેર, વાંધા–અપીલની સુનાવણી શરૂ

By Our Vadodara

Published

SIR અપડેટ : ડ્રાફટ મતદાર યાદી જાહેર, વાંધા–અપીલની સુનાવણી શરૂ

મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ માં પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી થયા બાદ ચૂંટણી પંચ દ્વારા ડ્રાફટ મતદાર યાદી જાહેર કરી દેવામા આવી છે. જે મતદારોના નામ કમી થયા છે કે અન્ય કોઈ પણ પ્રકારનો વાંધો છે અથવા જેઓનું મેપિંગ ન થતા નોટિસ ઈસ્યુ થવાની છે તેની રજૂઆત અને અપીલ માટેની હવે સુનાવણી પ્રક્રિયા શરૂ થનાર છે.જે માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા બેઠકોના મતવિસ્તારો માટે કોલેજોના અઘ્યાપકો-આચાર્ય તેમજ વિવિધ વિભાગના વહિવટી અધિકારી સહિતના વર્ગ-2ના 700થી વધુ અધિકારીને અપીલ સુનાવણી કરવાના ઓર્ડર કરાયા છે.

Browse all news articles