આ છે હાલત કોમનવેલ્થ ૨૦૩૦ ની યજમાની કરતા અમદાવાદ ના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની
By Our Vadodara
Published

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ના યજમાન શહેર તરીકે જાહેર કરાતા અત્યારથી વિવિધ પ્રોજેકટના નામે કરોડો રુપિયાની દરખાસ્ત કે ટેન્ડર મંજુર કરાઈ રહયા છે.બીજી તરફ રિવરફ્રન્ટ ઈસ્ટમાં બનાવાયેલા સ્પોર્ટસ કોમ્પલેકસનો ઉપયોગ કબૂતરોને દાણાં ખવડાવા માટે થઈ રહયો છે.નવરંગપુરામા આવેલા સરદાર પટેલ સ્ટેડિયમને વર્ષોથી રિડેવલપ કરવાની જાહેરાત કરાય છે પણ માત્ર કાગળ ઉપર જ. જુનાવાડજમાં ૧૫ વર્ષ અગાઉ રુપિયા એક કરોડના ખર્ચથી બનાવાયેલી સ્કેટીંગ રીંકનુ હાલમા નામોનિશાન જોવા મળતુ નથી.