વડોદરા: કમાટીબાગની સિંહણ 'સમૃદ્ધિ'નું સર્પદંશથી કરુણ મોત

By Our Vadodara

Published

વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ (કમાટીબાગ) પ્રાણીસંગ્રહાલયમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રાણીસંગ્રહાલયની શાન ગણાતી 'સમૃદ્ધિ' નામની સિંહણનું સારવાર દરમિયાન નિધન થયું છે. ઘટનાની વિગત મુજબ, સિંહણના પાંજરામાં એક ઝેરી કોબ્રા સાપ ઘૂસી ગયો હતો અને તેને દંશ માર્યો હતો. સર્પદંશની જાણ થતા જ વેટરનરી ડોક્ટરો દ્વારા તેને બચાવવા માટે સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા અને અંતે સમૃદ્ધિએ દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે પ્રાણીપ્રેમીઓ અને ઝૂ સત્તાધીશોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Browse all news articles