પાદરામાં પિતાની હત્યાનો ચોંકાવનારો ખુલાસો: સગીર દીકરીએ જ પ્રેમી સાથે મળી પિતાને ઊંઘમાં પતાવી દીધા
By Our Vadodara
Published
વડોદરાના પાદરામાં થયેલી શના ચાવડાની હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે રિવાજ અને સંબંધોને શર્મસાર કરતો ખુલાસો કર્યો છે. પ્રેમપ્રકરણમાં પિતા આડખીલી બનતા હોવાથી ખુદ સગીર દીકરીએ જ પોતાના પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવાને પિતાની હત્યાની સોપારી આપી હતી. આ ષડયંત્રના ભાગરૂપે દીકરીએ પહેલા માતા-પિતાને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી બેભાન કર્યા હતા અને ત્યારબાદ રાત્રિના સમયે આરોપીઓએ ઊંઘમાં જ શના ચાવડાની છાતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતકે અગાઉ આરોપી રણજીત વિરુદ્ધ પોક્સોનો ગુનો પણ દાખલ કરાવ્યો હતો, જેની અદાવત રાખી આ હીન કૃત્ય આચરવામાં આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.