કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ થઇ દોડતી
By Our Vadodara
Published

અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ગુરુવારે રાત્રે આવેલા એક અનામી ફોન ને પગલે પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી દીધી હતી. ફોન કરનારે 'કાલે અમદાવાદમાં બોમ્બ ફોડવાનો છે' તેવી ગંભીર ધમકી આપતા જ શહેર પોલીસે સતર્ક થઇ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ કોલ ફતેહવાડી વિસ્તારમાંથી અને કોલ કરનાર 33 વર્ષીય માનસિક અસ્થિર યુવાન હોવાનું બહાર આવ્યું હતું. સરખેજ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.