આખરે પોતાના શિવ રેસિડેન્સીના 192 પરિવારોને રાહત મળી

By Our Vadodara

Published

આખરે પોતાના શિવ રેસિડેન્સીના 192 પરિવારોને રાહત મળી

સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર આવ્યા છે. બાજુમાં ચાલી રહેલા બાંધકામને ડી વોલ તૂટી પડવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા 192 પરિવારો માત્ર ચાર જ દિવસમાં પોતાના ઘરે પરત ફર્યા છે. મહત્વનું છે કે તંત્ર દ્વારા રાત-દિવસ મહેનત કરીને 15 દિવસનું કામ ગણતરીના કલાકોમાં પૂર્ણ કરતાં રહીશોએ હાશકારો અનુભવ્યો છે. અને સુરક્ષાની ખાતરી થયા બાદ તમામ 192 પરિવારોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. જેને પગલે સોસાયટીમાં ફરીથી ખુશીનો માહોલ છવાયો છે.

Browse all news articles