T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર

By Our Vadodara

Published

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે, BCCIના મુંબઈ મુખ્યાલય ખાતે, સચિવ દેવજીત સૈકિયાએ મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની હાજરીમાં ટીમની જાહેરાત કરી. અક્ષર પટેલને વાઇસ-કેપ્ટન બનાવ્યો છે, જ્યારે ઈશાન સિંહ અને રિંકુ સિંહનો સમાવેશ કર્યો છે. સંજુ સેમસન પણ ટીમનો ભાગ છે. ટીમ 11 જાન્યુઆરીથી શરૂ થતી ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI અને પાંચ મેચની T20 સિરીઝમાં પણ ભાગ લેશે. ભારત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં USA સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામિબિયા, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન અને 18 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલેન્ડ્સ સામે મેચ રમશે.

Browse all news articles