વડોદરામાં બિલ્ડરની ઈનોવા કાર 5 મહિનાની માસૂમ બાળકી પર ફરી વળી, માતા-પિતાની નજર સામે વ્હાલસોયીનું મોત

By Our Vadodara

Published

વડોદરાના ભાયલી વિસ્તારમાં એક બાંધકામ સાઇટ પર માનવતાને ઝબકાવનારી કરુણ ઘટના સામે આવી છે. સાઇટ પર મજૂરી કામ કરતા પરિવારની માત્ર 5 મહિનાની દીકરી અનન્યા, જે ગેટ પાસે ગોદડી પર સૂતી હતી, તેના પર બિલ્ડર જીતુ પટેલની ઈનોવા કારના પૈડાં ફરી વળ્યા હતા. માતા-પિતાની નજર સામે જ ગંભીર ઇજાઓને કારણે માસૂમ અનન્યાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત બાદ બિલ્ડર માનવતા નેવે મૂકી ફરાર થઈ ગયો છે. ડીવાયએસપી મિલન મોદીના જણાવ્યા મુજબ, પોલીસે આરોપી બિલ્ડર સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ નિર્દોષ બાળકીના મોતથી મજૂર પરિવાર ભાંગી પડ્યો છે, તો બીજી તરફ આ ઘટનાએ સમગ્ર વડોદરાને હચમચાવી દીધું છે.

Browse all news articles