પાંચ દિવસથી ગોત્રીના ગુમ યુવકની વાસણા તળાવમાંથી લાશ મળી!

By Our Vadodara

Published

પાંચ દિવસથી ગોત્રીના ગુમ યુવકની વાસણા તળાવમાંથી લાશ મળી!

વડોદરાના ગોત્રી વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.ગોત્રીના રણછોડરાય મંદિર પાછળ દેવનગરમાં રહેતા ભરત પરમાર સેવ–ઉસળની દુકાનમાં કામ કરતા હતા જે પાંચ દિવસ પહેલા અચાનક ગુમ થયા હતા.આ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો દરમિયાન વાસણા ગામમાં આવેલા તળાવમાં એક વ્યક્તિનો મૃતદેહ દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. આ લાશ ગુમ ભરત પરમારનીહતી, પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

Browse all news articles