નિવૃત્ત એન્જિનિયરે સજોડે ઝેર ઘોળ્યું! બીમારીથી કંટાળી અંતિમ પગલું!
By Our Vadodara
Published

રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં નિવૃત્ત મ્યુનિસિપલ એન્જિનિયર અને તેમની પત્નીએ સજોડે અંતિમ પગલું ભર્યું છે. યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈ લખતરીયા અને તેમની પત્ની પન્નાબેન લખતરીયાએ લાંબા સમયથી ચાલતી ગંભીર બીમારીથી કંટાળીને મોડીરાત્રે ઝેરી દવા પી લીધી હતી. દીકરીને જાણ થતાં બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન પહેલા રાજેન્દ્રભાઈ અને થોડા સમય બાદ પન્નાબેનનું પણ અવસાન થયું હતું. પોલીસ તપાસમાં દંપતી પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે,જેમાં બીમારી અને અસહ્ય પીડાને પગલાં પાછળનું કારણ ગણાવાયું છે. પોલીસે નોટ કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.