વડોદરાના વોર્ડ નંબર 8ની કેટલીક સોસાયટીના રહીશોનો હલ્લાબોલ કાર્યક્રમ,ગંદકીના સામ્રાજ્યને લઈને સ્થાનિકોમાં રોષ

By Our Vadodara

Published

વડોદરાના વોર્ડ નંબર 8માં 10 જેટલી સોસાયટીઓના રહીશો સહિત આમ આદમી કોર્પોરેટર વિરેન રામી સાથે ઢોલ નગારા વગાડીને હલ્લાબોલનો કાર્યક્રમ યોજ્યો હતો... સોસાયટીની પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં તેની પાસે જ આવેલા ઝાડી ઝાંખરામાં ગંદુ પાણી ભરાઈ રહેતા જીવ જંતુઓ તથા મચ્છરોનો ઉપદ્રવ થાય છે. ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. લોકો રાતે બહાર બેસી પણ નથી શકતા અને રોગચાળાનો ભય પણ સતાવે છે... અહીં ઘણીવાર લોકોના ઘરમાં સાપ જેવા ઝેરી પ્રાણીઓ પણ ઘૂસી જતાં હોય છે... આવી ઘણી બધી મુશ્કેલીઓ આવતા લોકોએ ઘણી વાર ધારાસભ્ય સહિત મનપાને રજૂઆત કરી છે પણ તેને લઈને કોઈ કાર્યવાહી ન થતાં લોકો તંત્રને જગાડવા ઢોલ નગારા વગાડી રહ્યા છે. વડોદરા વાસીઓ તમારૂ આ બાબતે શું કહેવું છે તે કમેન્ટ્સમાં જણાવો.

Browse all news articles