કરજણમાં પાદરાના સરકારી ગોડાઉનનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

By Our Vadodara

Published

કરજણમાં પાદરાના સરકારી ગોડાઉનનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ



વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના જુના બજાર વિસ્તારમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરીનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. જિલ્લના કરજણ પોલીસે આ કાર્યવાહીમાં વાહન, અનાજ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 7.48 લાખનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ પુરવઠા વિભાગે પણ તપાસ શરૂ કરી છે.કરજણ પોલીસે કરજણના જુના બજારમાં ને.હા.નં.48 ખાતે આવેલ શિવવાડી મંદિરની પાછળ નર્મદા કેનાલના કાચા રસ્તા પર આઈસર ટ્રકમાં સરકારી અનાજ ભરેલું હોવાની બાતમી મળી હતી, આ બાતમીના આધારે કરજણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં કુલ 185 બોરી ભરેલ અનાજ હતું જેમાં 120 બોરી ચોખા ,60 બોરી ઘઉં,5 બોરી ચણા હતા. આ મામલે પોલીસે કરજણ પુરવઠા વિભાગને જાણ કરતા તાત્કાલિક આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.





Browse all news articles