ચીફ ફાયર ઓફીસર 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

By Our Vadodara

Published

ચીફ ફાયર ઓફીસર 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

સુરત ACBની ટીમે મુગલીસરાઈમાં આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી ઉધના અને લિંબાયત ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફરિયાદીએ હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટીફેકેટ મેળવવા અરજી કરી હતી. ત્યારે આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈશ્વર પટેલે 1 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે એસીબીનો સંપર્ક સાંધતા એસીબીએ છટકું ગોઠવી ઈશ્વર પટેલને તેમની જ ચેમ્બરમાં રંગે હાથે લાંચ સ્વીકારતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Browse all news articles