ખેલશે વડોદરા, જીતશે વડોદરા: ૧.૫ લાખથી વધુ યુવા ખેલાડીઓના જોશ સાથે 'સાંસદ ખેલ મહોત્સવ'નું ભવ્ય સમાપન!

By Our Vadodara

Published

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સ્વસ્થ ભારત'ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ 'સાંસદ ખેલ મહોત્સવ'નો આજે ઉત્સાહભર્યા માહોલમાં સમાપન થયો છે. છેલ્લા બે મહિનામાં વડોદરા જિલ્લાના ૧.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું, જે યુવા શક્તિના રમતગમત પ્રત્યેના અદભૂત આકર્ષણને દર્શાવે છે. આ મહોત્સવના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ખેલાડીઓ અને રમતપ્રેમીઓની હાજરીએ વડોદરાના રમતગમતના વાતાવરણને નવી ઊંચાઈ આપી છે, જેનાથી ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નવી પ્રતિભાઓ ઉભરી આવશે.

Browse all news articles