શહેરમાં ઓવરસ્પીડના કારણે વધુ એક ગમખ્વાર અકસ્માત : બે યુવાનો એ જીવ ગુમાવ્યો

By Our Vadodara

Published

શહેરમાં ઓવરસ્પીડના કારણે વધુ એક ગમખ્વાર અકસ્માત : બે યુવાનો એ જીવ ગુમાવ્યો

સુરત શહેરના પુણાગામ સ્થિત શિવનગર સોસાયટી નજીક પસાર થતા BRTS રૂટમાં એક સ્પોર્ટ્સ બાઈક પૂરપાટ ઝડપે ધસી આવી હતી. બાઈકની ગતિ એટલી વધારે હતી કે ચાલક બાઈક પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને બાઈક જોરદાર રીતે રોડ પર પટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને મિત્રો રોડ પર ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

Browse all news articles