તંત્ર ની ઉદાસીનતા ને કારણે વાજપેયીજીના નામે બનેલો બાયોડાયવર્સિટી પાર્ક દયનીય હાલતમાં
By Our Vadodara
Published

સુરતના અલથાણ વિસ્તારમાં 143 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલો અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્ક આજે અસામાજિક તત્વો અને નશાખોરોનો અડ્ડો બની ગયો છે. હાલ અહી દારૂની ખાલી પોટલીઓ, તૂટેલા ગ્લાસ અને નશાખોરોની મહેફિલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નશાખોરોએ પાર્કની ફેન્સિંગ કાપીને ચોર રસ્તા બનાવી લીધા છે. જ્યાં રક્ષાના નામે માત્ર બે ગાર્ડ હોવાથી રાત્રિના સમયે અહીં બેરોકટોક મહેફિલો જામે છે. સફાઈ કામદાર મહિલાઓ અહી દર ત્રણ-ચાર દિવસે પાર્કમાંથી 400થી 500 દારૂની પોટલીઓ ઉંચકે છે. પાલિકા અને પોલીસ તંત્રની ઉદાસીનતાને કારણે કરોડોનો આ ડ્રીમ પ્રોજેક્ટ હવે સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ વોકર્સ માટે ભયજનક સ્થળમાં ફેરવાઈ ગયો છે.