વાસણા સ્વામિનારાયણ મંદિરમાંથી સોનાનો હાર લઇ ફરાર થયલ આરોપી ઝડપાયો

By Our Vadodara

Published

વાસણા સ્વામિનારાયણ મંદિરમાંથી સોનાનો હાર લઇ ફરાર થયલ આરોપી ઝડપાયો

હરિભક્ત હોવાનો ડોળ કરીને અમદાવાદ વાસણા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં માનતા પૂરી કરવાના બહાને નમૂના માટે 51 ગ્રામ સોનાનો હાર જોવા લઈ જવાનું કહીને ફરાર થયેલા શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ ડાયાલિસિસની સારવાર માટે થતા ખર્ચને પહોંચી વળવા માટે આ રીતે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી હતી. મહત્વનું છે કે આ રીઢા આરોપી એ અત્યાર સુધીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં 15 જેટલા ગુના આચર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Browse all news articles