રાજકોટ માં આયોજિત રીજનલ વાઈબ્રન્ટ સમિટ કાર્યક્રમ એક દિવસ પાછો ઠેલાયો
By Our Vadodara
Published

રાજકોટમાં યોજાનાર રિજનલ વાઈબ્રન્ટ સમિટની તારીખમાં વધુ એક વખત ફેરફાર થતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અગાઉ રિજનલ વાઈબ્રન્ટ સમિટનું તા.10 જાન્યુઆરીનાં રોજ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું નક્કી કરાયું હતું અને તે મુજબ તૈયારીઓ શરૂ કરાઈ હતી. જો કે હવે વડાપ્રધાન તા.10ના બદલે તા.11મીએ આવશે તેવો સંદેશો આવતાં અને સવારે આપશે કે જે સાંજે ? તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નહીં થતાં કાર્યક્રમનું સાહિત્ય છાપવા સહિતની બાબતો અંગે મુંઝવણ સર્જાઈ છે.