આજે વિદ્યુત સહાયકની ભરતી માટેની લેખિત પરીક્ષા લેવાઈ
By Our Vadodara
Published

પીજીવીસીએલ દ્વારા આજે 28 ડિસેમ્બર, 2025ના રોજ કુલ 15 કેન્દ્રો પર 7330 ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રીઝર્વ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે 3 કેડર કે જેમાં નાયબ અધિક્ષક વહીવટ, નાયબ અધિક્ષક હિસાબ તેમજ સિનિયર ટેકનિશીયનની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી આજે આ ભરતી માટે ઉમેદવારો પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતાં. 11 વાગ્યાથી શરૂ કરી 1 વાગ્યા સુધી સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવામાં આવી હતી.