વધુ એક વાર શ્વાન નો હુમલો : ૫ વર્ષીય બાળકી સિવિલ માં સારવાર હેઠળ
By Our Vadodara
Published

સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ અટકવાનું નામ નથી લઇ રહ્યો. જેને પગલે તંત્ર ની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ફરી એક વાર શ્વાન દ્વારા હુમલો થવાની ઘટના સામે આવી છે. પાંડેસરામાં 5 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાળકીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ ખસેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરત સિવિલમાં રોજના 100થી 120 જેટલા કેસ ડોગ બાઇટના સામે આવે છે. ત્યારે તંત્ર દ્વારા ડોગ બાઈટ ના કેસ ન વધે તે માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.