સાવધાન! હવે ધારાસભ્યો પણ ટાર્ગેટ પર: વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને 'ડિજિટલ અરેસ્ટ' કરવાનો નિષ્ફળ પ્રયાસ
By Our Vadodara
Published



વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને એક અજાણ્યા નંબર પરથી ફ્રોડ કોલ આવ્યો હતો, જેમાં સાયબર ગઠિયાએ પોતાની ઓળખ મુંબઈથી આપતા જણાવ્યું હતું કે, "તમને એક નોટિસ મોકલવામાં આવી છે." આ શખ્સોએ ધારાસભ્યને ડરાવીને 'ડિજિટલ અરેસ્ટ' કરવાનો મનસૂબો ઘડ્યો હતો, પરંતુ યોગેશ પટેલે સતર્કતા દાખવી ગઠિયાઓની વાતમાં આવવાને બદલે તાત્કાલિક રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વડોદરા શહેર પોલીસ કમિશનરને આ અંગે જાણ કરી હતી. હાઈપ્રોફાઈલ વ્યક્તિને નિશાન બનાવવાની આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે અને સામાન્ય જનતા માટે પણ એક ચેતવણીરૂપ કિસ્સો સાબિત થયો છે કે ડિજિટલ યુગમાં છેતરપિંડી કરનારાઓ કોઈને પણ છોડતા નથી.