પાણીગેટ પોલીસ મથકમાં આપઘાત મામલે પરિવારજનો એ પોલીસ પર લગાવ્યા આક્ષેપ

By Our Vadodara

Published


પાણીગેટ પોલીસ મથકમાં આપઘાત મામલે પરિવારજનો એ પોલીસ પર લગાવ્યા આક્ષેપ


પાણીગેટ પોલીસ મથક માં વડોદરાના જીવન નગર વુડાના મકાનમાં રહેતા 38 વર્ષીય રમેશ વસાવા ના પત્ની એ દારૂ પી ને માર મારતા હોવાની અરજી કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી. ત્યારે પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટની બારી સાથે તેઓએ હુડી ની દોરીને બારી સાથે બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. જે આરોપીના મૃતદેહને SSG હોસ્પિટલ પીએમ અર્થે લઈ જવામાં આવ્યો. જ્યારે આ ઘટના ને લઇ ને મૃતકનાં પરિવારે આરોપી ને પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. પોલીસનાં મારથી ભાઈનું મૃત્યુ થયાંનો બહેને આક્ષેપ કરતા ડીસીપી અભિષેક ગુપ્તાએ પરિવાર ના આક્ષેપો ને નકાર્યા હતા. તેમજ સીસીટીવી સહીત ની તપાસ હાથ ધરી નક્કર કાર્યવાહી હાથ ધરાશે નું જણાવ્યું હતું. તેમજ કસુરવાર પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે નું ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું.




Browse all news articles