અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ITનો સપાટો: કામેશ્વર ગ્રૂપ અને દીપ બિલ્ડર્સના ૩૦ થી વધુ સ્થળો પર મેગા સર્ચ ઓપરેશન
By Our Vadodara
Published

અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા શહેરના બે જાણીતા રિયલ એસ્ટેટ ગ્રૂપ, કામેશ્વર અને દીપ બિલ્ડર્સ પર ૨૦ જાન્યુઆરીના રોજ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ મેગા સર્ચ ઓપરેશનમાં IT વિભાગના ૧૦૦ થી વધુ કર્મચારીઓએ બિલ્ડર્સની ઓફિસ અને રહેણાંક સહિતના આશરે ૩૦ થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંતિમ તબક્કે થયેલી આ કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં નાણાકીય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને કરોડોની કરચોરી કે ગેરરીતિ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. આ દરોડાને પગલે સમગ્ર રિયલ એસ્ટેટ જગતમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની ધારણા છે.