અમદાવાદ AMCનો ગાર્ડન 'ગ્લોબલ' ખર્ચ: ૩ જ વર્ષમાં ૬ કરોડના સાધનો ભંગાર? હવે ૧૦ કરોડના નવા ખર્ચે ઉઠાવ્યા અનેક સવાલો!
By Our Vadodara
Published

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જનતાના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો થાય છે તેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. માત્ર ત્રણ વર્ષ પહેલાં જ જે બગીચાઓમાં ₹૫.૭૩ કરોડના ખર્ચે રમતગમત અને જીમના સાધનો નંખાયા હતા, તેને જર્જરિત ગણાવીને હવે ફરી ₹૧૦ કરોડના તોતિંગ ખર્ચે નવા સાધનો નાખવાની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, આ વખતે ટેન્ડરની શરતો પણ એવી રીતે બનાવાઈ હોવાના આક્ષેપ છે કે જેથી મનપસંદ કોન્ટ્રાક્ટરોને જ લાભ મળે. અગાઉના સાધનોમાં મેન્ટેનન્સની શરત ન હોવાને કારણે ત્રણ જ વર્ષમાં લાખોનો ખર્ચ એળે ગયો છે, ત્યારે હવે નવા ૨૨ પ્રકારના સાધનો અને દિવ્યાંગો માટેની સુવિધાના નામે થઈ રહેલો આ કરોડોનો ખર્ચ વિકાસ છે કે મળતિયાઓને ફાયદો કરાવવાની પેરવી, તે લોકચર્ચાનો વિષય બન્યો છે.