સાવધાન! ઉંદર પકડવાના 'ગમ પેડ' પક્ષીઓ માટે બન્યા જીવલેણ: મેમનગરમાં દુર્લભ 'ચિબરી' ઘુવડ ચીકણા છટકામાં ફસાયું
By Our Vadodara
Published

અમદાવાદના મેમનગર વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ પાસે ઉંદર પકડવા માટે મુકાયેલા ગમ પેડમાં એક દુર્લભ 'ચિબરી' (સ્પોટેડ આઉલ) ફસાઈ જવાની ઘટના સામે આવી છે. રહેણાંક વિસ્તારોમાં વપરાતા આ ચીકણા ટ્રેપ્સ હવે નિર્દોષ વન્યજીવો માટે મોટો ખતરો બની રહ્યા છે. એનિમલ લાઈફ કેરના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી આ ઘુવડને મુક્ત કરાવી વન વિભાગની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું છે. વન્યજીવ પ્રેમીઓએ નાગરિકોને અપીલ કરી છે કે ઉંદર પકડવા માટે ગમ પેડનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તેમાં ફસાયેલા પક્ષીઓ આઘાતને કારણે ઘણીવાર જીવ ગુમાવે છે. કુદરતના સંતુલનમાં મહત્વનો ભાગ ભજવતા આ નિશાચર પક્ષીઓની સુરક્ષા માટે જાગૃતિ લાવવી અત્યંત અનિવાર્ય છે.