અમદાવાદીઓ સાવધાન: પાળતુ શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ₹50,000 સુધીનો દંડ, રખડતા શ્વાન માટે બનશે નવા આશ્રયસ્થાન

By Our Vadodara

Published

અમદાવાદીઓ સાવધાન: પાળતુ શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ₹50,000 સુધીનો દંડ, રખડતા શ્વાન માટે બનશે નવા આશ્રયસ્થાન

અમદાવાદ શહેરમાં રખડતા અને પાળતુ શ્વાન અંગે વધતી ફરિયાદોને પગલે AMC દ્વારા કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા જાહેર સ્થળોએથી આક્રમક શ્વાનોને પકડીને અલગ રાખવા માટે ₹30 લાખના ખર્ચે કેનલની ખરીદી કરવામાં આવશે, જ્યારે વસ્ત્રાલ, લામ્ભા અને નરોડા ખાતે નવા ડોગ શેલ્ટર પણ તૈયાર થઈ રહ્યા છે. બીજી તરફ, પાળતુ શ્વાન રાખતા માલિકો માટે પણ નિયમો કડક બન્યા છે; જો શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવેલું નહીં હોય તો પ્રથમ વખત ₹20,000 અને બીજી વખત ₹50,000 સુધીનો ભારે દંડ ફટકારવાની તેમજ જરૂર પડ્યે પોલીસ ફરિયાદ કરવાની SOP તૈયાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે શહેરમાં 25 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન ફરજિયાત છે અને અત્યાર સુધીમાં 19,000 થી વધુ શ્વાન નોંધાયા છે, ત્યારે હવે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Browse all news articles