અમદાવાદની શાળાઓને ફરી બોમ્બની ધમકી: પોલીસ અને BDDS એક્શનમાં

By Our Vadodara

Published

અમદાવાદની શાળાઓને ફરી બોમ્બની ધમકી: પોલીસ અને BDDS એક્શનમાં

અમદાવાદમાં આજે સવારથી જ ભયનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે શહેરની 7 નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. સેન્ટ ઝેવિયર્સ, સંત કબીરની ત્રણેય બ્રાન્ચ અને DPS બોપલ જેવી શાળાઓને નિશાન બનાવતા, તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવ્યા છે. પોલીસ કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે સાયબર ક્રાઈમની ટીમ આ ફેક ન્યૂઝ છે કે કોઈ મોટું ષડયંત્ર તેની તપાસમાં જોતરાઈ છે. વાલીઓને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને પોલીસની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Browse all news articles