અમદાવાદમાં વિદેશી યુવતીનું હાઈપ્રોફાઈલ ફ્રોડ: નકલી પાસપોર્ટ પર રહેતી કેન્યાની યુવતી ઝડપાઈ

By Our Vadodara

Published

અમદાવાદમાં વિદેશી યુવતીનું હાઈપ્રોફાઈલ ફ્રોડ: નકલી પાસપોર્ટ પર રહેતી કેન્યાની યુવતી ઝડપાઈ

અમદાવાદના નરોડા વિસ્તારમાં નકલી દસ્તાવેજો અને મિત્રના પાસપોર્ટમાં ચેડાં કરીને ગેરકાયદેસર રીતે રહેતી કેન્યાની યુવતીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અર્ચિંગ રેબેકા અઉર નામની આ યુવતી વર્ષ 2022 માં માત્ર એક મહિનાના ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી, પરંતુ વિઝા એક્સપાયર થયા બાદ તેણે ગુરુગ્રામની તેની એક ફ્રેન્ડની મદદથી તાન્ઝાનિયાનો નકલી પાસપોર્ટ અને ઓળખ ઉભી કરી હોટેલોમાં આશરો મેળવ્યો હતો. FRRO ની સતર્કતા અને નરોડા પોલીસની ત્વરિત કાર્યવાહીને લીધે આ આંતરરાષ્ટ્રીય દસ્તાવેજી કૌભાંડ સામે આવ્યું છે. હાલ પોલીસે બંને મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી, આ નકલી પાસપોર્ટ રેકેટ પાછળ અન્ય કોઈ મોટા ષડયંત્રની આશંકા હેઠળ ઊંડી તપાસ હાથ ધરી છે.

Browse all news articles