અમદાવાદનું અધૂરું આયોજન: કરોડોના ધુમાડા પછી તંત્રનો 'યુ-ટર્ન', ભોગવવાનું તો નાગરિકોએ જ?

By Our Vadodara

Published

અમદાવાદનું અધૂરું આયોજન: કરોડોના ધુમાડા પછી તંત્રનો 'યુ-ટર્ન', ભોગવવાનું તો નાગરિકોએ જ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલો 6.5 કરોડનો રોડ રિડિઝાઇન પ્રોજેક્ટ હવે તંત્રની અણધડ નીતિનું ઉદાહરણ બની ગયો હોય તેમ લાગે છે. પેડેસ્ટ્રિયન-ફ્રેન્ડલી રસ્તાના નામે આયોજન તો મોટું કરાયું, પણ ટ્રાફિકની ગંભીરતાનો અંદાજ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું, જેના પરિણામે અડધા રસ્તે પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો છે. જનતાના ટેક્સના પૈસાથી ખોદાયેલા રસ્તાઓ હવે ફરીથી પૂરીને 'જેસે થે' કરવામાં આવશે. સવાલ એ થાય છે કે શું પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કોઈ વ્યવહારુ અભ્યાસ કરવામાં આવ્યો હતો? કે પછી માત્ર કાગળ પરના નકશાઓ દોરીને શહેરીજનો પર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે? આ અડધો-પડધો વિકાસ ન તો વાહનચાલકોને શાંતિ આપે છે, ન તો પદયાત્રીઓને સુરક્ષા.

Browse all news articles