મેટ્રો આવી રહી છે… સુરતની ટ્રાન્સપોર્ટ કહાની બદલાશે!

By Our Vadodara

Published

મેટ્રો આવી રહી છે… સુરતની ટ્રાન્સપોર્ટ કહાની બદલાશે!

સુરત માટે રાહતના સમાચાર છે. આ વર્ષના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં સુરતમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે. GMRCએ લોન્ચિંગની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હવે ભાડા તથા ફ્રિક્વન્સી પર વિચારણા ચાલી રહી છે. પ્રસ્તાવ મુજબ મેટ્રોમાં લઘુતમ ભાડું માત્ર 10 અને મહત્તમ 40 રાખવાની તૈયારી છે. મુસાફરોને દર 4થી 8 મિનિટે ટ્રેન મળશે, ખાસ કરીને પિક અવર્સમાં ફ્રિક્વન્સી વધારાશે. ડ્રીમ સિટીથી કાદરશા નાળ સુધીના કોરિડોર પર સિવિલ વર્ક લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રાયલ રન હાથ ધરાશે. ડિજિટલ ટિકિટિંગ, CBTC સિસ્ટમ અને સવારે 5થી રાત્રે 12 સુધીની સેવા મેટ્રો સાથે સુરત બનશે વધુ સ્માર્ટ અને ફાસ્ટ!

Browse all news articles