અમદાવાદ પ્લેન ક્રેશ: પીડિતોના ખાતામાં 1-1 કરોડની એન્ટ્રી, પણ સવાલો હજુ નિરૂત્તર!
By Our Vadodara
Published

અમદાવાદમાં થયેલી એ ભયાનક એર ઈન્ડિયા દુર્ઘટનાના છ મહિના બાદ પીડિત પરિવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર, મૃતકોના પરિજનોને વળતર પેટે 1-1 કરોડ રૂપિયા મળવાનું શરૂ થઈ ગયું છે, જ્યારે એર ઈન્ડિયાને વિમાનના નુકસાન પેટે 1125 કરોડ રૂપિયાની ચુકવણી કરાઈ છે. જોકે, આ આર્થિક મદદ વચ્ચે અમેરિકી સંસદમાં રજૂ થયેલા FASના રિપોર્ટે સનસનાટી મચાવી દીધી છે, જેમાં બોઈંગ 787 વિમાનોની જાળવણી અને ટેકનિકલ ખામીઓ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. શું આ દુર્ઘટના માત્ર એક અકસ્માત હતો કે પછી કોઈ મોટી ટેકનિકલ બેદરકારીનું પરિણામ? વળતર તો મળ્યું, પણ શું દોષિતો સામે કડક કાર્યવાહી થશે?