બુલેટ ટ્રેન બ્રિજના કામમાં મોટી દુર્ઘટના : લોખંડની પ્લેટ નીચે પડતા માછીમારી કરતા પિતા-પુત્રનું મોત

By Our Vadodara

Published

બુલેટ ટ્રેન બ્રિજના કામમાં મોટી દુર્ઘટના : લોખંડની પ્લેટ નીચે પડતા માછીમારી કરતા પિતા-પુત્રનું મોત

સુરતના કઠોર ગામ નજીક તાપી નદી પર નિર્માણાધીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજની ચાલતી કામગીરી દરમિયાન લોખંડની એક વિશાળ અને ભારે પ્લેટ અચાનક નીચે નદીમાં પડી હતી. તે સમયે નદીમાં માછીમારી કરી રહેલા ૩૫ વર્ષીય મોહસીન શેખ અને તેમનો ૯ વર્ષીય પુત્ર હુમા પ્લેટ નીચે દબાઈ ગયા હતા. પ્લેટ પડતાની સાથે જ ગંભીર ઇજાઓને કારણે પિતા-પુત્ર બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ અંત આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સુરતની ઉત્તરાણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે ગુનો નોંધી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Browse all news articles