મુસાફરો નોંધ લેજો: ૨૭ જાન્યુઆરીએ સાબરમતીમાં બ્લોકને કારણે અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ

By Our Vadodara

Published

મુસાફરો નોંધ લેજો: ૨૭ જાન્યુઆરીએ સાબરમતીમાં બ્લોકને કારણે અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કામને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે વડોદરા–જામનગર અને જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, વલસાડ–વડનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ, તેમજ અમદાવાદ–વિરમગામ અને વિરમગામ–અમદાવાદ મેમૂ ટ્રેનો બે દિવસ માટે રદ રહેશે. આ ઉપરાંત ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ આ દિવસે અમદાવાદ સુધી નહીં જાય અને મધ્યવર્તી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. અમદાવાદ–વિરમગામ રૂટની કેટલીક અન્ય ટ્રેનોના માર્ગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને વિનંતી છે કે રેલવે સ્ટેશન પર જવા પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસી લેવી.

Browse all news articles