ભારવાળું ભણતર : પરીક્ષાના ટેન્શનમાં ૧૦માનો છાત્ર તિજોરીમાંથી ૩ લાખ લઈ ગોવા ઉપડ્યો

By Our Vadodara

Published

ભારવાળું ભણતર : પરીક્ષાના ટેન્શનમાં ૧૦માનો છાત્ર તિજોરીમાંથી ૩ લાખ લઈ ગોવા ઉપડ્યો

પરીક્ષાનું ટેન્શન વિદ્યાર્થીને ગોવા લઈ ગયું. સરકારનું ‘ભાર વગરનું ભણતર’ અહીં ‘ભણતરનો ભાર’ બન્યું હોય તેવો કિસ્સો વડોદરાના સમા–સાવલી રોડ વિસ્તારમાં સામે આવ્યો છે. ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના જ ઘરની તિજોરીમાંથી ₹૩ લાખ રોકડ અને બેગ લઈને ઘર છોડી દીધું હતું. ફરિયાદના આધારે સમા પોલીસે CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશન ટ્રેક કરી ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસ મુંબઈ પહોંચ્યા બાદ કડી મળતાં ગોવા રવાના થઈ હતી અને બાગા બીચ પર સહેલાણીઓની ભીડ વચ્ચે સાદા વેશમાં વિદ્યાર્થીને કોઈ શંકા ન જાય તે રીતે શોધી કાઢ્યો હતો. પોલીસ પૂછપરછમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે પરીક્ષાનું બહુ ટેન્શન રહેતું હોવાથી મન હલકું કરવા મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો.

Browse all news articles