અમદાવાદીઓ માટે આનંદના સમાચાર! શાહીબાગ અંડરબ્રિજ નિર્ધારિત સમય કરતાં વહેલો શરૂ
By Our Vadodara
Published

બુલેટ ટ્રેનની કામગીરી આશ્ચર્યજનક રીતે ઝડપથી પૂર્ણ થતાં, શાહીબાગ અંડરબ્રિજને તેના નિયત સમય કરતાં 16 કલાક વહેલો વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ ઝડપી કામગીરીને કારણે હવે હજારો વાહનચાલકોને ટ્રાફિકની હાલાકીમાંથી મોટી રાહત મળશે અને જનજીવન ફરી પૂર્વવત થશે. તંત્રની આ સ્પીડ ખરેખર બુલેટ ટ્રેન જેવી જ રહી!