પ્રેમમાં પડ્યો 'બ્લેકમેઈલિંગ'નો પડછાયો: એક્ટિવા માટે પૈસા ન આપતા પ્રેમીએ યુવતીના ખાનગી ફોટો-વીડિયો વાયરલ કરવાની આપી ધમકી
By Our Vadodara
Published

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલો એક પ્રેમસંબંધ હવે પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચ્યો છે. એક યુવતીને અજાણ્યા યુવક સાથે દોસ્તી કરવી તે સમયે ભારે પડી જ્યારે તે યુવકે પોતાની લાલચ પૂરી કરવા માટે સંબંધને હથિયાર બનાવ્યું. એક્ટિવા ખરીદવા માટે યુવતી પાસે પૈસાની માંગણી કરી અને ના પાડતા જ આરોપીએ યુવતીના અંગત ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. આ ઘટના લાલબત્તી સમાન છે કે ડિજિટલ દુનિયામાં દેખાતો પ્રેમ ક્યારેક આર્થિક અને માનસિક શોષણનું માધ્યમ બની શકે છે. હાલમાં યુવતીએ હિંમત દાખવીને પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમતો થયો છે.