ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ બાદ લાઇસન્સ રદ કરવા તજવીજ

By Our Vadodara

Published

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ બાદ લાઇસન્સ રદ કરવા તજવીજડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ બાદ લાઇસન્સ રદ કરવા તજવીજ



વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા ઓ.પી. રોડ પર પુનિત નગર પાસે પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટિન દ્વારા દારૂના નશામાં અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં જેકોબ માર્ટિને પોતાની લકઝરી કારથી ત્રણ કારને અડફેટે લીધી હતી. અકોટા પોલીસે પૂર્વ ક્રિકેટર સામે 'ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ' અને 'અકસ્માત' એમ બે અલગ-અલગ ગુના નોંધી ધરપકડ કરી કાર ને ડીટેન કરી હતી. પોલીસ હવે જેકોબ માર્ટિનનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે આરટીઓ ને ભલામણ કરવાની તજવીજ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.





Browse all news articles