બાળપણ છીનવતું 'કામ': સેટેલાઇટમાં બાળ મજૂરીના કાયદાનો ભંગ પકડાયો

By Our Vadodara

Published

બાળપણ છીનવતું 'કામ': સેટેલાઇટમાં બાળ મજૂરીના કાયદાનો ભંગ પકડાયો

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બાળ મજૂરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં રામદેવનગર રોડ પર આવેલી એક ટાયર સર્વિસ શોપમાં ૧૬ વર્ષના કિશોરને મજૂરી કરતા છોડાવવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના AHTU અને બાળ અધિકાર સંગઠનના સંયુક્ત ઓપરેશનમાં બહાર આવ્યું કે, આ સગીરને દિવસના ૧૧ કલાક સુધી કઠિન કામમાં જોતરવામાં આવતો હતો. બિહારથી આવેલા આ કિશોરના 'આધાર' કાર્ડ દ્વારા ઉંમરની ખરાઈ કર્યા બાદ પોલીસે દુકાન માલિક સામે ગુનો નોંધીને બાળકને પુનર્વસન માટે બાળ કલ્યાણ સમિતિ (CWC) ને સોંપ્યો છે. આ કિસ્સો સમાજને લાલબત્તી સમાન છે કે વ્યાપારી લાભ માટે કોઈના બાળપણ અને શિક્ષણ સાથે રમત કરવી એ ગંભીર કાયદાકીય ગુનો છે.

Browse all news articles