વિએલએફ ૪.૦ : ભારત સામેના પ્રોક્સી વોરમાં પાકિસ્તાને પોતાનું જ નુકસાન કર્યું: પૂર્વ સેના અધ્યક્ષ મનોજ નરવણે
By Our Vadodara
Published
પારુલ યુનીવર્સીટી ખાતે વડોદરા લિટરેચર ફેસ્ટ ૪.૦ ના બીજા દિવસે પૂર્વ સેના અધ્યક્ષ જનરલ મનોજ નરવણે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓ અને પત્રકારો સાથેના સંવાદમાં ભારતની સુરક્ષા અને અર્થતંત્ર અંગે મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. 1980માં ભારત-પાકિસ્તાનની જીડીપી સમાન હતી, પરંતુ આતંકવાદને પ્રોત્સાહન આપવાને કારણે આજે ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા છે.જ્યારે પાકિસ્તાન ક્યાંય પાછળ રહી ગયું છે. 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ ભારતે હવે માત્ર આતંકવાદીઓ જ નહીં, પણ તેમને મદદ કરનાર પાકિસ્તાન પર પણ સીધો પ્રહાર કરવાની નીતિ અપનાવી છે. 2020માં ગલવાન ખીણના ટકરાવ બાદ ચીનને સમજાઈ ગયું છે કે ભારત સાથેનો સીમા વિવાદ લશ્કરી કાર્યવાહીથી નહીં, પણ માત્ર વાતચીતથી જ ઉકેલી શકાય તેમ છે. ભારતે હંમેશા દોસ્તીનો હાથ લંબાવ્યો છે, પરંતુ પાકિસ્તાને સમજવું પડશે કે આતંકવાદ ફેલાવવાથી તેમને કોઈ ફાયદો થશે નહીં.